વ્હાલણાં રે વાયાં, જશોદાના કુંવર

જાગો રે, જશોદાના કુંવર ! વહાણલાં વાયા, તમારે ઓશીકે મારાં ચીર ચંપાયા.

પાસું મરડો તો વહાલા ! ચીર લેઉં તાણી, સરખી-સમાણી સૈયરો સાથે જાવું છે પાણી.

પંખીડાં બોલે રે, વહાલા ! રજની રહી થોડી, સેજલડીથી ઊઠો, વહાલા ! આળસડી મોડી.

સાદ પાડું તો વ્હાલા ! લોકડિયાં જાગે, અંગૂઠો મરડું તો પગનાં ઘૂઘરા વાગે.

જેને જેવો ભાવ હોય તેને તેવું થાયે, નરસૈંયાનો સ્વામી વિના રખે વહાણલું વાયે.

– નરસિંહ મહેતા

See also  Soft Music by Robert Herrick
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *