રખોપીઆને

ફેંકી દેને તુજ કરથી આ પથ્થરો, ગોફણી આ, મ્હારે આવી મુજ ચમનમાં જોઈએ કૃરતા ના; જે પંખીડા મુજ ચમનને લાગતાં ઘા ન છોડે, તે પંખી છો મુજ ફલફૂલો ચાખતાં પૂર્ણ હર્ષે.

એ સૌ માંગે જરૂર ઘટતો પાકમાં કઈ હિસ્સો, થોડું માંગે જીવનઅરથે, સ્વલ્પ દેવું ઘટ તો; ખાઈ-પીને સુખમય બની પંખીડા ગીત ગાતાં, ન્હાનુ-મ્હોટું સમજી સુખમાં જીવતાં સર્વ ન્હાનાં.

આ મ્હોટું છે ઉપવન અને પંખીડા છે ઘરેણાં
બાંધે માળો તરૂ ઉપર એ છાયમાં કેવી શ્રદ્ધા?
ઘા શા માટે? ગરીબ બહુ એ! સ્વલ્પસંતુષ્ટ ભોળાં!
તે સૌ માટે મુજ ચમનમાં જોઈએ કૃરતા ના.

See also  The Canterbury Tales: Preces De Chauceres by Geoffrey Chaucer
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *