પ્રિયા કવિતાને છેલ્લું આલિંગન

તારા બહુ ઉપકાર! રસીલી! તારા બહુ ઉપકાર! તું ઉરનો ધબકાર! રસીલી! તું અશ્રુની ધાર!

આ દિલડાનું ઝેર હળાહળ તું વિણ કો ગળનાર? બહુ દુઃખિયો પણ દુઃખ શું રોશે? રોતાં ન મળે પાર!

રોતો ત્યારે તારે ખોળે શીર્ષ હતું, દિલદાર! સહુ ત્યજી ચાલ્યા! તું સુખણી થા! જીવીશ વિણ આધાર!

વીત્યાં સાથે તું વીતી જા! વીત્યાં સ્વપ્ન હજાર! મારાં આંસુ તારાં ગીતો! પણ ક્યાં હવે સુણનાર?

કોણ દબાવી જિગર નિચોવે? મારો હું જ પુકાર! આ દિલ સખ્ત થયું! તું કોમલ! તારા ના અહીં કાર!

કેમ હસાયે? કેમ રડાયે? દિલનો તૂટ્યો તાર! તૂટ્યું વીણા કેમ બજાવું? એ બસુરો ઝણકાર!

આંખ ગઈ છે! ક્યાં છે આંસુ? શું ગાશે સુનકાર? વિશ્વે છે ના શું એનું એ? છે ક્યાં એ રસધાર? હવે તો કયાં છે એ મળનાર?

તું રસહેલી! હું રસહીણો! ભેટું છેલ્લી વાર! પણ હજુ લેજે કદી કદી સાર!

હું ડૂબનારો! તું તરનારી! તરતાને તું તાર!
અરેરે! ડુબતાનો તજ પ્યાર!

See also  Johnson’s Antidote by Banjo Paterson
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *