નાનું સરખું ગોકુળિયું મારે વ્હાલે

નાનું સરખું ગોકુળિયું મારે વ્હાલે વૈકુંઠ કીધું રે, ભક્તજનોને લાડ લડાવી ગોપીઓને સુખ દીધું રે.

ખટદર્શને ખોળ્યો ન લાધે, મુનિજનને ધ્યાન ના’વે રે છાશ વલોવે નંદ ઘેર વ્હાલો વૃંદાવન ધેનુ ચરાવે રે.

વણકીધે વહાલો વાતાં કરે, પૂરણ બ્રહ્મ અવિનાશી રે, માખણ કાજ મહિયારી આગળ ઊભો વદન વિકારી રે.

બ્રહ્માદિક જેનો પાર ન પામે, શંકર કરે ખવાસી રે, નરસૈંયાનો સ્વામી ભક્ત તણે વશ, મુક્તિ સરીખી દાસી રે.

– નરસિંહ મહેતા

Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *