ચાંદની રાત કેસરીયાં તારાં

ચાંદની રાત કેસરિયા તારા રે પોઠી ભરી ચાલ્યા વણઝારા રે.

વણઝારે આડત કીધી રે, કાયાનગરી ઈજારે લીધી રે.

દાણી દાણ ઘટે તે લેજો રે, પોઠી અમારી જાવા દેજો રે.

જેવા વાડીના કુમળા મરવા રે, તેવા પોઠી અમારે ભરવા રે.

ભલે મળિયા ભલે મળિયા રે, તારા ગુણ નવ જાય કળિયા રે.

મહેતા નરસૈંયાના સ્વામી રે, સર્વે ગોપી આનંદ પામી રે.

– નરસિંહ મહેતા

Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *