ગાણું અધૂરું

ગાણું અધૂરું મેલ મા, ‘લ્યા વાલમા, ગાણું અધૂરું મેલ મા.

હૈયે આયેલું પાછું ઠેલ મા, ‘લ્યા વાલમા, હોઠે આયેલું પાછું ઠેલ મા. ગાણું અધૂરું o

હૈયા સંગાથે ભૂંડા ખેલ મા, લ્યા વાલમા, ભોળા સંગાથે ભૂંડું ખેલ મા. ગાણું અધૂરું o

ઓરાં બોલાવી ધકેલ મા, ‘લ્યા વાલમા, છાતીથી છેટાં ધકેલ મા. ગાણું અધૂરું o

છાતીથી છેટાં મેલ મા, ‘લ્યા વાલમા, હૈયા સંગાથે ભૂંડા ખેલ મા.

અરધે અધૂરું મેલ મા, ‘લ્યા વાલમા, હોઠે આયેલું પાછું ઠેલ મા. ગાણું અધૂરું મેલ મા.

– ઉમાશંકર જોશી (

See also  Autumn And Winter by Mrs J C Yule
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *