ગયાં વર્ષો

ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં ! ગયાં સ્વપ્નોલ્લાસે, મૃદુ કરુણહાસે વિરમિયાં ! ગ્રહ્યો આયુર્માર્ગ સ્મિતમય, કદી તો ભયભર્યો; બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો ! ઉરે ભારેલો જે પ્રણયભર, ના જંપ ક્ષણ દે. સ્ફુર્યો કાર્યે કાવ્યે, જગમધુરપો પી પદપદે રચી સૌહાર્દોનો મધુપટ અવિશ્રાંત વિલસ્યો. અહો હૈયું ! જેણે જીવવતર તણો પંથ જ રસ્યો.

ન કે નાવ્યાં માર્ગે વિષ, વિષમ ઓથાર, અદયા અસત્ સંયોગોની; પણ સહુય સંજીવન થયાં. બન્યા કો સંકેતે કુસુમ સમ તે કંટક ઘણા. તિરસ્કારોમાંયે કહીંથી પ્રગટી ગૂઢ કરુણા. પડે દૃષ્ટે, ડૂબે કદીક શિવનાં શૃંગ અરુણાં – રહ્યો ઝંખી, ને ના ખબર વરસો કેમ જ ગયાં !

– ઉમાશંકર જોશી

See also  Christmas Of Old by Harrison S Morris
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *