કે દા’ડે મળશે મુંને કા’ન

જોશીડા જોશ જુવોને, કે દા’ડે મળશે મુંને કા’ન રે?

દુઃખડાની મારી વા’લા દૂબળી થઈ છું, પચીપચી થઈ છું પીળી પાન રે … કે દા’ડે મળશે.

દુઃખડાં મારાં ડુંગર જેવડાં, સુખડાં છે મેરું સમાન રે. … કે દા’ડે મળશે.

પ્રીત કરીને વા’લે પાંગળાં કીધાં, બાણે વીંધ્યા છે મારા પ્રાણ રે. … કે દા’ડે મળશે.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, ચરણકમળ ચિત્ત ધ્યાઉં રે. … કે દા’ડે મળશે.

– મીરાંબાઈ

See also  To The Soldiers Of Pius Ninth by Rosanna Eleanor Leprohon
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *