અખંડ વરને વરી

અખંડ વરને વરી સાહેલી, હું તો અખંડ વરને વરી. ભવસાગરમાં મહાદુઃખ પામી, લખ ચોરાસી ફરી … સાહેલી હું.

સંસાર સર્વે ભયંકર કાળો, તે દેખી થરથરી. કુટુંબ સહોદર સ્વાર્થી સર્વે, પ્રપંચને પરહરી … સાહેલી હું.

જનમ ધરીને સંતાપ વેઠ્યા, ઘરનો તે ધંધો કરી, સંતજગતમાં મહાસુખ પામી, બેઠી ઠેકાણે ઠરી … સાહેલી હું.

સદ્દગુરુની પૂરણ કૃપાથી, ભવસાગર હું તરી, બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, સંતોના ચરણે પડી … સાહેલી હું

– મીરાંબાઈ

See also  The Christian’s New Year Prayer by Ella Wheeler Wilcox
Leave a Reply 0

Your email address will not be published. Required fields are marked *